રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા પોલીસ એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે હોટલ સંચાલકો સાથે બેઠક યોજી કડક સૂચના આપી

ડીસા પોલીસ એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે હોટલ સંચાલકો સાથે બેઠક યોજી કડક સૂચના આપી
૩૧મી ડિસેમ્બર એટલે કે 'થર્ટી ફર્સ્ટ' ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે શહેરના હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ​દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલ અને ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એચ. જારીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હોટલ સંચાલકોને  કડક તાકીદ કરવામાં આવી છે. જેમાં હોટલમાં રોકાવા આવતા તમામ ગ્રાહકોનું આઈડી પ્રૂફ સાથે ફરજિયાત અને સચોટ રજિસ્ટ્રેશન કરવું, હોટલના પરિસરમાં કે રૂમમાં કોઈ પણ ગ્રાહક દારૂનો ઉપયોગ ન કરે તેની ખાસ તકેદારી રાખવી. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, હોટલના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને લોબીમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા, જો કોઈ હોટલમાં નશાની હાલતમાં ગ્રાહકો મળી આવશે કે અનૈતિક પ્રવૃત્તિ થતી જણાશે, તો સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ​નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ખાસ કરીને બોર્ડર નજીકના વિસ્તારો અને હાઈવે પરની હોટલો પર પોલીસની બાજ નજર રહેશે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર