રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા : ચેક રિટર્ન કેસમાં કોર્ટે ફટકારી સજા, ₹50 હજાર ચૂકવવાનો હુકમ

ડીસા : ચેક રિટર્ન કેસમાં કોર્ટે ફટકારી સજા, ₹50 હજાર ચૂકવવાનો હુકમ

ડીસાની નામદાર અદાલતે ચેક રિટર્ન (બાઉન્સ) ના એક ચકચારી કેસમાં મહત્વનો ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે આરોપીને ફરિયાદીને ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

 ડીસાના રેલ્વે સ્ટેશન નજીક રહેતા અને વેપારના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી વાઘેલા જીતેન્દ્રકુમાર જેન્તીભાઈ (ઉં.વ. આશરે ૪૨) એ આરોપી ઈમામ ભીખાભાઈ સુમરા (ધંધો- માટલા વેચાણ, રહે. બિહારીબાગ, નવા ડીસા) વિરૂદ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસ (નં. ૩૭૫૩/૨૦૨૪) ની કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલ્યા બાદ અદાલતે આખરી ફેંસલો સંભળાવ્યો છે.​ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી તરફે વિદ્વાન વકીલ હરેશભાઇ ડી.ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખી  દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ  અદાલતે આરોપી ઈમામ ભીખાભાઈ સુમરાને ગુનાહિત સાબિત ઠરાવીને આરોપીને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અને ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા ૨૦૨૪  ની કલમ-૨૭૮ (૨) અન્વયે ૧ (એક) વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.

તેમજ  આરોપીએ હુકમની તારીખથી બે માસની અંદર ફરિયાદીને ચેકની કુલ રકમ રૂા. ૫૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પૂરા) વળતર તરીકે ચૂકવી આપવાના રહેશે. જો આરોપી આ રકમ સમયસર ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેણે વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. ​ચુકાદાના દિવસે આરોપી અદાલતમાં હાજર રહ્યો ન હતો.જેથી  કોર્ટે આરોપી વિરૂદ્ધ સજાના અમલ માટે ત્વરિત વોરંટ કાઢવાનો પણ હુકમ કર્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર