રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

ડીસા શહેર ઉત્તર પોલીસે મધ્યપ્રદેશના અપહરણના આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો

ડીસા શહેર ઉત્તર પોલીસે મધ્યપ્રદેશના અપહરણના આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો

બનાસકાંઠા સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજની સૂચના અનુસાર, નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર ઉત્તર પોલીસે મધ્યપ્રદેશના ખેતીયા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડી, ખેતીયા પોલીસને સોંપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, ડીસા નવા બસસ્ટેશન ખાતેથી મધ્યપ્રદેશના ખેતીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૧૨૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબના ગુનામાં નાસતા-ફરતા આરોપી રણછોડભાઈ મનજીભાઈ ચૌધરી (ઉ.વ. ૨૭, ધંધો: ડ્રાઈવીંગ, રહે. ભાખરી, તા. વાવ, જી. બનાસકાંઠા) ને ભોગ બનનાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે તાત્કાલિક ધોરણે મધ્યપ્રદેશના ખેતીયા પોલીસનો સંપર્ક કરી, આરોપી અને ભોગ બનનારને કાયદેસરની કાર્યવાહી માટે ખેતીયા પોલીસને સુપરત કર્યા છે. આ કામગીરીથી બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય ગુનાઓમાં પણ સક્રિયતા દર્શાવી છે.

સંબંધિત સમાચાર