રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 જુલાઈ, 2026| Super Admin

ડીસા બ્લાસ્ટ કેસ: જવાબદાર અધિકારીઓ સામે તપાસનો સકંજો

ડીસા બ્લાસ્ટ કેસ: જવાબદાર અધિકારીઓ સામે તપાસનો સકંજો

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સ્વીકારી ગંભીર ખામીઓ; બે SDM અને એક મામલતદાર સામે ખાતાકીય તપાસ શરૂ

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના મામલે હવે સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાનો સિકંજો કસાયો છે. આ સમગ્ર દૂર્ઘટના અને તેના લાઈસન્સિંગની પ્રક્રિયામાં ગંભીર બેદરકારી અને ખામીઓ રહી હોવાનો ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સત્તાવાર સ્વીકાર કર્યો છે. સરકારના આ સ્વીકાર બાદ તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

​તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જે ફટાકડાના એકમોમાં પૂરતી ફાયર સેફ્ટી (આગ સામે સુરક્ષા)ની કોઈ સુવિધા જ નહોતી, તેવા એકમોને પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને લાઈસન્સ ઈસ્યુ કરી દેવામાં આવ્યા હતા. નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલા આ લાઈસન્સના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.​હાઈકોર્ટમાં મામલો પહોંચતા અને સરકારની આકરી ઝાટકણી બાદ આખરે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની ફરજ પડી છે. આ સમગ્ર કૌભાંડ અને બેદરકારી બદલ​બે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ (SDM) અને એક મામલતદાર​સામે તાત્કાલિક ધોરણે ખાતાકીય તપાસ (Departmental Inquiry) હાથ ધરવામાં આવી છે.

​સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ તપાસનો વ્યાપ વધશે અને લાઈસન્સ પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા કર્મચારીઓ સામે પણ કડક શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે. હાઈકોર્ટના કડક વલણને પગલે હવે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ફટાકડાના એકમોના લાઈસન્સની રી-વેરિફિકેશન પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર