મહેસાણા28 મે, 2025
પશુપાલકોના હિતમાં નિર્ણય; દૂધના ભાવમાં રૂ.10 ના વધારાથી ઉત્પાદકોને ફાયદો થશે

ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને સીધો લાભ મળશે; દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં કર્યો વધારો કર્યો છે જેમાં દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે દુધસાગર ડેરીએ દૂધના ભાવ 820 થી વધારી 830 રૂપિયા કર્યા છે. દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. દૂધસાગર દવારીના ચેરમેન અશોક ચૌધરીના ચાર વર્ષના શાસનમાં દૂધના ભાવમાં સતત 14 મી વખત વધારો થયો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા ત્યારે દૂધના ભાવ 650 હતાં જે તબક્કા વાર વધારીન 830 રૂપિયા ઔધી વધારવામાં આવ્યા છે. જે મુજબ જોવા જઈએ તો દૂધના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 180 રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક 800 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે.
જોકે ગુજરાતના પશુપાલકો માટે આ સૌથી મોટી ખુશખબર છે જેમાં જૂન મહિના પહેલા જ દૂધસાગર ડેરીએ જાહેરાત જરી આશરે 5 લાખથી વધુને પશુપાલકોને તેનો લાભ મળી રહે તેવા પ્રયત્નો કર્યા છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવ કિલો ફેટે રૂ 820થી વધારી 830 રૂપિયા કર્યા છે.
જે ખરા અર્થમાં પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય જ કહી શકાય. મહેસાણાની દૂધસાગર ડેરીએ આ પગલું ભરીને વધુ એક મોટી પહેલની શરૂઆત કરી છે. સતત ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. જૂન મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોળીમાં મોટી ખુશખબરી આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 830 રૂપિયાનો ભાવ મળશે. દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારાનો 5 લાખ પશુપાલકોને તેનો સીધો લાભ મળશે.
ટેગ્સ:#Agricultural Policy#Rural Economy#Gujarat Agriculture#Livestock Farmers#Economic Impact on Farmers#Cattle Farming#Milk Price Increase#Dudhsagar Dairy#Dairy Industry Developments#Producer Benefits#Dairy Price Trends#Financial Support for Farmers
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
9 મિનિટ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
16 મિનિટ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
2 દિવસ પહેલા
