રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

બંદૂકમાંથી છૂટેલું મોત : ડીસામાં ગાર્ડની ભૂલે એક નિર્દોષનો જીવ લીધો

બંદૂકમાંથી છૂટેલું મોત : ડીસામાં ગાર્ડની ભૂલે એક નિર્દોષનો જીવ લીધો

બેંક બહાર ગાર્ડની બંદૂકમાંથી અચાનક છૂટી ગોળી રીક્ષામાં બેઠેલી મહીલાને વાગી : ગામમાં શોક માહોલ 

ડીસામાં એક દુઃખદ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની બેદરકારીને કારણે એક નિર્દોષ મહીલાએ જીવ ગુમાવ્યો છે. તા. ૨૭ માર્ચના રોજ સર્વોદય બેંક બહાર ફરજ પર રહેલા ગાર્ડ પોતાની બંદૂક ખભે ચડાવતો હતો. ત્યારે અચાનક ગોળી છૂટી ગઇ હતી. આ ગોળી બેંક સામે ઉભેલી રીક્ષામાં બેઠેલી ડીસા તાલુકાના રાણપુર ગામની શકરીબેન પારજીજી ઠાકોરને વાગી હતી. ગોળી વાગતાં જ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ઘટનાસ્થળે અફડા-તફડી મચી ગઇ હતી. તાત્કાલીક તેમને નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસોથી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ અંતે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ ઘટના સામે આવતાં જ ડીસા તાલુકાના રાણપુર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે અને પરિવારજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. નિર્દોષ મહીલાના મોતને લઇને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ ગાર્ડને અટકાયત કરી તેની બંદૂક જપ્ત કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ગાર્ડની બેદરકારી અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર