ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ધોરણ 10 ના પરિણામમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થી મીત દિનેશભાઈ સુંદેસાએ 98.33 % મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ સમગ્ર આદર્શ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. શાળાનું પરિણામ અતિ ઉત્કૃષ્ટ રહ્યું છે. આદર્શ વિદ્યાલયના કુલ 18 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ અને 110 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જ્યારે ગુજરાત બોર્ડનું સરેરાશ પરિણામ 83.08 % અને બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 89.29 % રહ્યું છે, ત્યારે શ્રી ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલે 98.09 % જેવું નોંધપાત્ર પરિણામ હાંસલ કર્યું છે. સંસ્કાર મંડળ તેમજ સમગ્ર આદર્શ પરિવાર આ અસાધારણ સિદ્ધિ બદલ તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનાર ગુરુજીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના સમર્પણ ભાવનાનું આ ઉત્તમ પરિણામ છે. આદર્શ વિદ્યાલય ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે આવા જ નવા કીર્તિમાનો સ્થાપિત કરવા માટે સંકલ્પબદ્ધ છે.
ડીસાની ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલનો વિદ્યાર્થી 98.33 % સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ

ટેગ્સ:#top student#Banaskantha District#Future Aspirations#Academic Achievement#School Performance#Class 10 Results#D.N.J. Adarsh High School#Gujarat State Education Board#Pride in Education#Student Mentorship#Educational Excellence#A-1 Grade Achievements
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
12 કલાક પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
12 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
14 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
1 દિવસ પહેલા
