રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા1 સપ્ટેમ્બર, 2025| Super Admin

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત સાયકલ રેલી યોજાઈ
સાંસદ, ધારાસભ્ય અને કલેકટરે સાયકલ રેલીને લીલી ઝંડી આપી; રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીના સન્માનમાં 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 'હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી,' થીમ અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે સાયકલ રેલી યોજાઇ હતી. આ સાયકલ રેલીમાં મહાનુભાવોએ ભાગ લઈ સાયકલ સવારોનો ઉત્સાહ વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાયકલ રેલી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તોરણવાળી માતાનો ચોક, આઝાદ ચોક, પરા ટાવર, ધોબીઘાટ, ગાયત્રી મંદિર, જી.ઇ.બી, સોમનાથ ચોકડી અને બિલાડી બાગ થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. જ્યાં ઉપસ્થિત મહાનુભાવો અને સાયકલ રેલીમાં ભાગ લેનાર તમામે ફીટ ઇન્ડિયા અંતર્ગત શપથ લીધા હતા. આ સાયકલ રેલીમાં નિવાસી અધિક કલેકટર જશવંત કે. જેગોડા, મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, જિલ્લા પુરવઠા અધિકારી બીરેન પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી, સાયકલ ક્લબના સભ્યો સહિત પોલીસ કર્મીઓ અને વિધાર્થીઓ સહભાગી બન્યા હતા.

સંબંધિત સમાચાર