રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા6 મે, 2026| Super Admin

ગ્રાહકોના ખિસ્સા પર તરાપ: બહુચરાજીમાં ગેસ એજન્સી દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતા હોબાળો

ગ્રાહકોના ખિસ્સા પર તરાપ: બહુચરાજીમાં ગેસ એજન્સી દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતા હોબાળો

ડિલિવરી બોયની દાદાગીરીથી લોકોમાં ભારે રોષ

પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં સામાન્ય નાગરિકોને ખુલ્લેઆમ લૂંટવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બહુચરાજીમાં કાર્યરત એચપી ગેસ (HP Gas) એજન્સી દ્વારા ગ્રાહકો પાસેથી નિયત દર કરતા વધુ રકમ ખંખેરવામાં આવતી હોવાની અને ડિલિવરી બોય દ્વારા ગ્રાહકો સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે. એજન્સીની આ મનમાનીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી માટે સરકાર અને કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ કરતા વધુ રકમની માંગણી કરવામાં આવે છે. જ્યારે ગ્રાહક આ ગેરકાયદેસર ઉઘરાણીનો વિરોધ કરે છે અને વધારાના પૈસા આપવાનો ઇનકાર કરે છે, ત્યારે એજન્સીના માણસો દ્વારા "પૈસા નહીં તો ગેસની બોટલ પણ નહીં મળે" તેવો ઉદ્ધતાઈભર્યો જવાબ આપીને ગ્રાહકોને આપવામાં આવે છે. ડિલિવરી બોયનું અભદ્ર વર્તન અને દાદાગીરીને લઈને પણ ભારે ચર્ચા થઈ રહી છે. ગ્રાહકોના ઘરે ગેસ આપવા જતા ડિલિવરી બોય જાણે પોતે જ માલિક હોય તેમ વર્તે છે. જો કોઈ ગ્રાહક બિલ મુજબના જ પૈસા આપે, તો ડિલિવરી બોય ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવે છે અને ગ્રાહકો સાથે અત્યંત અભદ્ર વર્તન કરે છે. મહિલાઓ અને વૃદ્ધ ગ્રાહકો સાથે પણ બળજબરીથી પૈસા પડાવવા માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બહુચરાજી શહેર સહિત આજુબાજુના વિસ્તારના ૧૦૦થી વધુ ગ્રાહકો આ એજન્સીનો ભોગ બન્યા છે. આ કોઈ છૂટો છવાયો કિસ્સો નથી, પરંતુ એક વ્યવસ્થિત ચાલતું કૌભાંડ હોવાનું માનવામાં આવી  રહ્યું છે. અત્યાર સુધીમાં બહુચરાજી અને આસપાસના વિસ્તારોના ૧૦૦ થી વધુ ગ્રાહકો આ ઉઘાડી લૂંટ અને દાદાગીરીનો ભોગ બની ચૂક્યા છે. ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એજન્સીના સંચાલકો અને તેમના માણસો કાળી કમાણી કરી રહ્યા હોવાનું શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલે એજન્સીમાં રજૂઆત કરવા છતાં સંચાલકો દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી, જેને પગલે બહુચરાજીના સ્થાનિકોમાં એચપી ગેસ એજન્સી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

 ગેસ એજન્સી સામે કાર્યવાહી કરવાં સ્થાનિકોની ઉગ્ર માંગ

મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક આ બાબતે તપાસ કરી ગેસ એજન્સીના સંચાલક તેમજ તેમના ડિલિવરી બોય વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. એચપી ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આ એજન્સીનું લાયસન્સ રદ કરી ગેરકાયદેસર રીતે વસુલવામાં આવતા પૈસા લોકોને પરત અપાવે. ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કરનાર ડિલિવરી બોય સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ "ઉઘાડી લૂંટ" બંધ કરાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગ્રાહકો દ્વારા ગેસ એજન્સીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ટેગ્સ:#Bahucharaji

સંબંધિત સમાચાર