રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ18 મે, 2025| Super Admin

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ના અવસરે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-પાટણ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની જૂની પરંપરા મુજબ યુવાઓ માટે લોક ડાયરા, બેડા નૃત્ય અને ભવાઇ જેવા પરંપરાગત કાર્યક્રમો સામેલ હતા. કાર્યક્રમના આયોજક લક્ષ્મીચંદભાઈ સોલંકી, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ રજનીભાઈ બારોટ અને જિગરભાઈ બારોટ તેમજ લોકગાયક સંજયભાઈ બારોટ અને હરેશભાઈ બારોટ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ જય ઓગડનાથ ભવાઇ કલા મંડળ પાટણ દ્વારા સફળતા પૂર્વક પ્રસ્તુત કરવામાં આવેલ. સુંદર અને મજાની ભવાઇની રજૂઆત બાળકો, વડીલો તથા સાયન્સ સેન્ટર ખાતે પાટણ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાંથી આવેલ એક હજાર થી વધુ મુલાકાતીઓ ખૂબજ આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-પાટણ માં કાર્યરત જિલ્લા યુવા વિકાસ અધિકારી બાબુભાઇ ચૌધરી અને એમની ટીમ દ્વારા આજની આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે આ કાર્યક્રમ સાથે સહભાગીઓને ઇન્ટરેક્ટિવ સત્ર અને દસ્તાવેજી-શો ની મદદથી સંગ્રહાલયોના ભવિષ્ય વિશે સમજણ આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે આજના યુવાનો માટે આધુનિકીકરણ અને ઝડપથી બદલાતી દુનિયાની સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં તેઓ આ કાર્યક્રમના સફળ આયોજન માટે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-પાટણ નો આભાર વ્યક્ત કર્યા હતો.

સંબંધિત સમાચાર