પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
હારીજ ડમ્પર છેતરપિંડીના કેસના આરોપીને જામીનની રકમ ઘટાડી કોર્ટે મુક્ત કર્યો

કોર્ટે આરોપીની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી રકમમાં ફેરફાર કર્યો
પાટણની સેશન્સ કોર્ટે હારીજના ડમ્પર ઠગાઈ કેસના એક આરોપીને તેની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીનની રકમમાં ફેરફાર કરી મુક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ઉમેશ રમુગા બિગાન પ્રસાદને અગાઉ રૂ.25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ થયો હતો, પરંતુ પૈસાના અભાવે તે 22 દિવસ વધુ જેલમાં રહ્યો હતો. હવે તેને રૂ.10,000 ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરાયો હતો.આ કેસ હારીજ પંથકના બે વ્યક્તિઓ પાસેથી રૂ.29,36,400 અને રૂ.28,49,200ની કિંમતના બે ડમ્પરો વેચાણ રાખી, તેના પૈસા કે વાહનો પરત ન આપીને છેતરપિંડી કરવા અંગેનો હતો.આ મામલે અજય કહાર અને ઉમેશરમુગા બિગાન પ્રસાદ (ઉંમર 47, હાલ ગોરવા, મૂળ બિહાર) વિરુદ્ધ હારીજ પોલીસ મથકે 3 સપ્ટેમ્બર, 2025ના રોજ B.N.S. 316 (2), 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ઉમેશ રમુગા બિગાન પ્રસાદની 8 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન અરજી કરતા પાટણની સેશન્સ કોર્ટે 24 નવેમ્બર, 2025ના રોજ તેને રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
જોકે, આરોપી ગરીબ વર્ગનો હોવાથી તે સમયે તેની પાસે જામીન અને પૈસાના અભાવે તે મુક્ત થઈ શક્યો નહોતો.આથી, તેણે ફરી જામીન અરજી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપી બિહારનો હોવાથી જામીન પર મુક્ત કરાય તો તે નાસી છૂટવાની શક્યતા છે, જેનાથી કેસની ટ્રાયલ વિલંબમાં પડી શકે છે, તેમ છતાં, આરોપીની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, કોર્ટે અગાઉના રૂ. 25,000ના જામીનના હુકમમાં ફેરફાર કરીને તેને રૂ. 10,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
