રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ18 એપ્રિલ, 2025| Super Admin

પાટણનાં બાળ તસ્કરી કેસના બોગસ ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓની કોર્ટે જામીન અરજી ફગાવી

પાટણનાં બાળ તસ્કરી કેસના બોગસ ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓની કોર્ટે જામીન અરજી ફગાવી

પાટણ શહેરમાં નવેમ્બર 2024માં સામે આવેલા બાળ તસ્કરી કૌભાંડમાં નવો વળાંક આવ્યો કેસમાં મુખ્ય આરોપીઓની જામીન અરજી પાટણની કોર્ટે ફગાવી દીધી છે. મુખ્ય આરોપી બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર (રહે. કોરડા, સાંતલપુર), નર્સ શિલ્પાબેન ઠાકોર (રહે. કમાલપુર, રાધનપુર) અને હોસ્પિટલ કર્મચારી રૂપસંગજી ઠાકોર (રહે.રૈયા, દિયોદર) છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે. પાટણ બી-ડિવિઝન પોલીસે 23 નવેમ્બર 2024 ના રોજ બાળ તસ્કરીનો કેસ નોંધ્યો હતો. પોલીસે સુરેશ ઠાકોરની 27 નવેમ્બરે, શિલ્પાબેન ઠાકોરની 28 નવેમ્બરે અને રૂપસંગજી ઠાકોરની 29 નવેમ્બરે ધરપકડ કરી હતી. કેસની વિગતો મુજબ, આરોપીઓએ એક અવિવાહિત સ્ત્રીના બાળકને નિષ્ઠા હોસ્પિટલમાં લાવ્યા હતા. બાળકને અનાથ ગણાવીને ફરિયાદી પાસેથી રૂ. 1.20 લાખ લઈને વેચ્યું હતું.આરોપીઓએ બાળકના દત્તક દસ્તાવેજો નહીં આપ્યા અને જન્મનીખોટી નોંધણી કરાવી હતી. વધુમાં, બાળક પરત લઈ લીધા બાદ પૈસા પણ પરત કર્યા ન હતા. પાટણના મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરની દલીલો બાદ કોર્ટે નોંધ્યું કે આરોપીઓએ બાળકની તસ્કરી સાથે તેને ખરીદ-વેચાણમાં મદદ કરી છે આ ગંભીર ગુનામાં તમામ આરોપીઓની સંડોવણી સ્પષ્ટ જણાતા કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર