રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના દામા ગામે ઝાડ ધરાશાઇ થતાં દંપતીને ગંભીર ઈજા

ડીસાના દામા ગામે ઝાડ ધરાશાઇ થતાં દંપતીને ગંભીર ઈજા

ડીસા તાલુકાના દામા ગામે ભારે વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે એક દુર્ઘટના બની છે. ગામમાં એક ઝાડ ધરાશાયી થતાં પતિ-પત્ની તેના નીચે દબાઈ ગયા હતા, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, હરદાસભાઈ જાટ અને તેમના પત્ની વરસાદી માહોલ વચ્ચે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ઝાડ ધરાશાયી થયું હતું. આ ઝાડ સીધું તેમના પગ પર પડતાં બંનેને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સરપંચ સહિત ગ્રામજનો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ દંપતીને ઝાડ નીચેથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. એક તરફ અનરાધાર વરસાદના કારણે દામા ગામમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે બીજી તરફ આ ઝાડ પડવાની ઘટનાથી ખેડૂત દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું છે. આમ, ધરતીપુત્રો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે અને જાણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર