રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે વિદેશી દારૂની બોટલો ભરેલી કાર ઝડપી

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે વિદેશી દારૂની બોટલો ભરેલી કાર ઝડપી
થરાદના રાણેસરી વિસ્તારમાં દારૂ ભરેલી ઇનોવા ગાડી પલટી; બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં દારૂની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાણેસરી ગામ પાસે દારૂ ભરેલી એક કર પલટી ગઈ હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બૂટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશવા માટે મુખ્ય રસ્તાનો ઉપયોગ કરીને રહ્યા હતા. આ દરમિયાન, કર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબૂ ગૂમાવ્યો અને કાર પલટી મારી ગઈ. આ ઘટનાએ બૂટલેગરો દ્વારા અપનાવવામાં આવતી દારૂની હેરાફેરીની પદ્ધતિઓનો પર્દાફાશ કર્યો છે. કાર પલટી મારતા અંદર ભરેલો દારૂનો જથ્થો રસ્તા પર ઠલવાઈ ગયો હતો. કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. અકસ્માત બાદ બૂટલેગરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા પરંતુ રસ્તા પર પડેલો દારૂનો જથ્થો કોઈને સ્થાનિકો અને રાહદારીઓ એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પહોંચી ગઈ હતી. પોલીસે દારૂનો જથ્થો કબજો કર્યો છે અને કારને પણ પોતાના કબજામાં લીધી છે. આ ઘટનાએ એ સાબિત કર્યું કે, બૂટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે જોખમી અને ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે.અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર