રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા નગરપાલિકામાં કોંગ્રેસના 'પંજા'નો માસ્ટર પ્લાન : તમામ 44 બેઠકો પર એકલે હાથે લડવાની રણનીતિ તૈયાર

ડીસા નગરપાલિકામાં કોંગ્રેસના 'પંજા'નો માસ્ટર પ્લાન : તમામ 44 બેઠકો પર એકલે હાથે લડવાની રણનીતિ તૈયાર

આગામી નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ડીસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રભારી  સુરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ચૂંટણી જીતવા માટેનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન પ્રથમ દિવસે જ વિવિધ વોર્ડમાંથી ટિકિટ માટેના 20 જેટલા ફોર્મ ભરાયા હતા. ​ડીસા નગરપાલિકાની તમામ 44 બેઠકો પર કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર સિમ્બોલ 'પંજા' સાથે ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે  તમામ 11 વોર્ડના પ્રમુખો સાથે પરામર્શ કરી, જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રાખીને સક્ષમ ઉમેદવારો ઉતારવામાં આવશે. આ વખતે શિક્ષિત યુવાનો અને મહિલા ઉમેદવારોએ પણ ચૂંટણી લડવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. ​આ બેઠકમાં શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભારતીયા, વિપુલભાઈ શાહ, ઊંઝા પાલિકા પ્રભારી દીપકભાઈ પટેલ, કોર્પોરેટર જગદીશભાઈ મોદી, પ્રદેશ SC વિભાગના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.​વધુમાં, યુથ પ્રમુખ દીપકભાઈ રબારી, શહેર ઉપપ્રમુખ અશોકભાઈ રાજપૂત, મહામંત્રી હર્ષદભાઈ પરમાર, મહિલા અગ્રણી કાજલબેન છત્રાલિયા અને તમામ વોર્ડના પ્રમુખો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર