રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર તાલુકા પંચાયત પર પુનઃકબ્જો જમાવતી કોંગ્રેસ..!

પાલનપુર તાલુકા પંચાયત પર પુનઃકબ્જો જમાવતી કોંગ્રેસ..!

તા.પં.ના પ્રમુખપદે જગદીશ સિંહ ઠાકોર: ઉપપ્રમુખ પદે સંજય ચૌધરીની વરણી

ભાજપ ફરી એકવાર વિપક્ષની ભૂમિકામાં..!

પાલનપુર તાલુકા પંચાયત પર પુનઃ કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. ત્યારે આજે પાલનપુર તાલુકા પંચાયતના નવા સુકાનીઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખપદે જગદીશસિંહ ઠાકોર અને ઉપપ્રમુખપદે સંજય ચૌધરી બહુમતિથી ચૂંટાઈ આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લાની 10 પૈકી 6 તાલુકા પંચાયતો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. જોકે, જિલ્લા મુખ્યાલય પાલનપુરની તાલુકા પંચાયતને કોંગ્રેસના પંજામાંથી છોડાવવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. ત્યારે આજે પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં  પ્રમુખપદે કોંગ્રેસના જગદીશસિંહ બાલસિંગ ઠાકોર અને ઉપપ્રમુખપદે સંજય.ડી. ચૌધરી બહુમતિએ ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રસંગે નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે વિકાસ કામોને પ્રાધાન્ય આપી લોકહિત ના કાર્યો કરવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકરો સહિત શુભેચ્છકોએ નવ નિયુક્ત સુકાનીઓને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર