રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા26 મે, 2025| Super Admin

પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ ના ધરણા

પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ ના ધરણા
પાલનપુર નગરપાલિકામાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા. તેમના જણાવ્યા અનુસાર, નગરપાલિકાના જન સેવા કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. સર્વર વારંવાર ડાઉન રહે છે અને વેરો ભરવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. નગરપાલિકા વારંવાર વેરા વધારે છે, પરંતુ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત, શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને પાર્કિંગની સમસ્યા પણ વણઉકેલી રહી છે. પ્રદર્શનકારીઓએ પાણી, રસ્તા, સફાઈ અને ભ્રષ્ટાચારના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. કોંગ્રેસના કાર્યકરોએ આ સમસ્યાઓના નિરાકરણની માંગ કરી છે.

સંબંધિત સમાચાર