રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં : ભીલડી ખાતે બેઠક મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં : ભીલડી ખાતે બેઠક મળી

સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી એ હાજરી આપી

​ભાજપના ૩૦ થી વધુ સભ્યોએ કેસરિયો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

બનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે  કોંગ્રેસ સમિતિ દ્વારા રણનીતિ ઘડવા માટે એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ભીલડી રોડ પર આવેલા જૈન વિહાર ધામ ખાતે શુક્રવારે આ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીઓ માટે 'સેન્સ પ્રક્રિયા' હાથ ધરવાનો અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કરવાનો હતો.

​બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ વધુમાં વધુ મતોથી વિજયી બને તે માટે પાયાના સ્તરે કામ કરવું પડશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ પણ જમીની સ્તર પર ઉતરીને પક્ષને જીતાડવા માટે મહેનત કરશે. ​બીજી તરફ, વડગામના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અન્યાય ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે ભાજપના ૩૦થી વધુ સભ્યોએ કોંગ્રેસની વિચારધારા સ્વીકારી પક્ષમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

આ પ્રસંગે બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, વડગામ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઇ મેવાણી, પ્રભારી મુકેશભાઇ દેસાઇ, ડીસા તાલુકા પ્રમુખ ખેંગારભાઇ ચૌધરી, અજમલભાઇ રાનેરા, જયંતિભાઇ આંજણા, ડીસા તાલુકા કોંગ્રેસ મહામંત્રી શંકરભાઇ એમ. ડાભી, કુચાવાડા જીલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ રબારી, ડીસા તાલુકા કોંગ્રેસ પક્ષના સભ્યો, યુથ કોંગ્રેસના સભ્યો, મહીલા કોંગ્રેસના સભ્યો, એન.એસ.યુ.આઇ. અને સેવાદળના તમામ કાર્યકરો તેમજ પદાધિકારીઓ, પાર્ટીના વિચારક અને ઇચ્છુક ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર