ડીસાના મોટી આખોલમાં સી.એન.જી. ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠી

આગના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : સી.એન. જી. ઇકો ગાડીના માલિકને મોટું નુકશાન વેઠવાનો વારો
ડીસા તાલુકાના મોટી આખોલમાં આવેલ અંબાજી માતાજીના મંદિર નજીક રહેતાં ટીનાજી ગંભીરજી ઠાકોરની સી.એન.જી. ઇકો ગાડી (નં. GJ-13-AM-7019) માં મંગળવારે વહેલી પરોઢે અચાનક ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે સી.એન.જી. ઇકો ગાડીના માલિકે પાણીનો મારો ચલાવ્યો હતો અને તાત્કાલીક ડીસા ફાયર-ફાઇટરની ટીમના ફાયરમેન ડ્રાઇવર ભરતકુમાર કે. માળી અને ફાયરમેન કમ ડ્રાઇવર ધનાજી સોમાજી પરમાર ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. જ્યારે સી.એન.જી. ઇકો ગાડીના માલિકને સી.એન.જી. ઇકો ગાડીને ગેસ લીકેજ થવાના કારણે બળીને ખાખ થઇ જતાં મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#fire incident#Disa taluka#Emergency Response#Gas Leak#Firefighters#CNG Eco Vehicle#Moti Akhol#Tinaji Gambhirji Thakor
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
