રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

એક્શન મોડમાં ચીફ ઓફિસર: પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીક કેનાલની સફાઈ કરાઈ

એક્શન મોડમાં ચીફ ઓફિસર: પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીક કેનાલની સફાઈ કરાઈ

કેનાલ આજુબાજુમાં ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને  રહેતા લોકોને દૂર કરી કેનાલની સ્વચ્છતા જાળવવા સૂચિત કરાયા 

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો સાથે શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતી નહેરોની સફાઈની કામગીરી પણ નિયમિતપણે કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ પાલિકાના ચીફ ઓફિસર  હિરલબેન ઠાકરે શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલની મુલાકાત લીધી હતી અને કેનાલમાં લોકો દ્રારા ઠલવાયેલ ગંદકી જોઈ તાત્કાલિક પાલિકાના કર્મચારીઓને ઘટના સ્થળે બોલાવી કેનાલની સફાઈ કરાવી કેનાલની આજુબાજુમાં  ગેરકાયદેસરના ઝુપડા બાંધીને રહેતા લોકોને દૂર કરી વિસ્તારના રહીશોને તેમજ વેપારીઓને કેનાલમાં ગંદકી ન ફેલાવવા અપીલ કરી કેનાલ ની સ્વચ્છતા બાબતે સૂચિત કર્યા હતા. સાથે સાથે ખુલ્લી કેનાલમાં નહાવા પડતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે પાલિકાને સુચિત કરવા તેઓએ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર