રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ નો શુભારંભ કરવામાં આવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ નો શુભારંભ કરવામાં આવ્યો
ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ગણાતા ધરોઈ ડેમની કાયાપલટ રાજ્ય સરકાર દ્વારા કરી એડવેન્ચર પાર્ક તરીકે વિકસાવવાઆ આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરીંગ સહિતની રાઇડસ પણ નિહાળી હતી અને ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધરોઈ ડેમ રિજીયન ડેવલપમેન્ટ સમગ્રતયા ત્રણ ફેઈઝમાં સાકાર થશે અને સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં 'આઈકોનિક પ્લેસ' તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે. આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત 45 દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝડ, વોટર બેઝડ, એર બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે. પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 21 વિવિઘ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત 100થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર