રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

છાપી પોલીસે નકલી ડીવાયએસપીને ઝડપ્યો; બિલ્ડર પાસે ૩૮ લાખ ઉછીના લઈ ફરાર થયો હતો

છાપી પોલીસે નકલી ડીવાયએસપીને ઝડપ્યો; બિલ્ડર પાસે ૩૮ લાખ ઉછીના લઈ ફરાર થયો હતો
ગાંધીનગર પાસે ૭૦ લાખમાં જમીન લીધા નું કહી ૩૮ લાખ ઉછીના લઈ ફુલેકુ ફેરવતા ફરિયાદ નોંધાઈ; વડગામ તાલુકાના છાપી ગામે એક નકલી ડીવાયએસપી બની ને આવેલ ગઠિયા એ એક બિલ્ડર સાથે પોતાની વાક્ય છટા દ્રારા સંબંધ બનાવી રૂપિયા ૩૮ લાખ ઉછીના લઈ ફરાર થઇ જતાં બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા છાપી પોલીસે નકલી ડીવાયએસપી ને દબોચી જેલ હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છાપી ખાતે આવેલ શુકુન વિલા બગ્લોઝ માં છ માસ પૂર્વે મૂળ રહે સરડોઈ તા. મોડાસા નો જીતેન્દ્રસિંહ ઉદેશીંહ રાઠોડ નામનો એક શખ્સ પોતે ડીવાયએસપી હોવાનું તેમજ પોતે મુખ્યમંત્રી ની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું જણાવી શુકુન વિલામાં એક મકાન રૂપિયા પચાસ હજાર બાનું આપી ત્રીસ લાખમાં વેચાણ થી લીધું હતું. જોકે મકાન નું કામ અધૂરું હોવાના કારણે અન્ય નું મકાન ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો અને અવારનવાર બિલ્ડરની ઓફીસમાં આવી બેસતો હતો. ગત તારીખ ૨૦/૨/૨૫ ના રોજ બિલ્ડર વિજયભાઈ ચૌધરી તેમજ તેમનો ભાઈ ધનરાજભાઈ હાજર હતા તે દરમિયાન આ નકલી ડીવાયએસપી એ જણાવ્યું હતું કે મેં ગાંધીનગર જિલ્લાના કુંડાસણ ગામે ૭૦ લાખમાં જમીન ખરીદી છે તો મારે પંદર દિવસ માટે રૂપિયાની જરૂર છે. તો બિલ્ડરે હાલ માં રૂપિયા નથી. પરંતુ ડીવાયએસપી મુખ્યમંત્રી ના સુરક્ષા માં હોઈ જેથી છેતરાઈ અને ૩૮ લાખ રોકડ ઉછીના આપ્યા હતા. જોકે વાયદા મુજબ પરત ન આપતા અને ફરાર થતા બિલ્ડર દ્રારા તપાસ કરતા આ નામનો કોઈ પણ વ્યક્તિ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને મુખ્યમંત્રી ની સુરક્ષામાં તૈનાત ન હોવાનું જણાતા ઠગાઈ થયા નું જણાતા પીડિત બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, પોકો.સુરેશભાઈ સહિત ની ટિમ દ્રારા હ્યુમન તેમજ ટેક્નિકલ શોર્શીસ દ્રારા આરોપી જીતેન્દ્રસિંહ રાઠોડ ને ઇકો સ્પોર્ટ કાર સાથે છાપી હાઇવે થી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.છાપી વિસ્તારમાં નકલી ડીવાયએસપી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર