રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

છાપી; રેલવે દ્રારા બનાવેલ અંડરપાસ શરૂ થયા ના  દોઢ વર્ષમાં બીજી વાર તૂટી જતા અકસ્માતની ભીતિ

છાપી; રેલવે દ્રારા બનાવેલ અંડરપાસ શરૂ થયા ના  દોઢ વર્ષમાં બીજી વાર તૂટી જતા અકસ્માતની ભીતિ
અંડરપાસની અંદર વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ લાઈન ઉપર ગાબડું પડ્યું; તકલાદી કામ, વાહનચાલકો પરેશાન વડગામ તાલુકાના છાપીમાં રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડરપાસ માં ગાબડું પડતા વાહન ચાલકો માં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યારે રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડરપાસ ની ગુણવત્તા ને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વડગામ તાલુકાના છાપી રેલવે સ્ટેશનની દક્ષિણ દિશાએ વાહનો તેમજ લોકોની અવરજવર માટે બનાવવામાં આવેલ અંડરપાસ  શરૂ થયાના દોઢ વર્ષ માં બીજી વખત અંડરપાસ ની પશ્ચિમ દિશામાં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ લાઈન ઉપર મસમોટું ગાબડું પડતા વાહન ચાલકો માં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડર પાસની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે અંડરપાસ ની બન્ને બાજુ એ પાકો રોડ પણ બનાવવામાં ન આવતા નાના નાના વાહનો ને વાહન ચલાવવા માં પણ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે રેલવે ના સત્તાધીશો દ્રારા તાત્કાલિક સમાર કામ કરવા સાથે બન્ને સાઈડ પાકો રોડ બનાવવાં આવે તેવી વાહનચાલકો તેમજ ખેડૂતોમાં માગ ઉઠવા પામી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર