રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચંડીસર; ૩.૫૦ લાખની કિંમતનો ૬૭૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો, તપાસ અર્થે મોકલાયા

ચંડીસર; ૩.૫૦ લાખની કિંમતનો ૬૭૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો, તપાસ અર્થે મોકલાયા
સેલ્સ નામની ઘી બનાવતી પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના તપાસ અર્થે મોકલાયા; ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કામગીરી કરી છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે ચૌધરી તથા ઇ.એસ.પટેલ દ્વારા ૧૮ જૂન ૨૦૨૫ના રોજ પ્લોટ નંબર ૨૩૮, જી.આઇ.ડી.સી, ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘીના જુદાજુદા બે નમુનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.નમુનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો ૬૭૪ કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ૩,૫૦,૪૮૦/- રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલૂમ પડેલ છે. ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર