રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | કાંકરેજ

કાંકરેજના કંબોઈ ચાર રસ્તા પર 3 કલાક સુધી 'ચક્કાજામ', ભીષણ ગરમીમાં મુસાફરોની હાલત કફોડી

કાંકરેજના કંબોઈ ચાર રસ્તા પર 3 કલાક સુધી 'ચક્કાજામ', ભીષણ ગરમીમાં મુસાફરોની હાલત કફોડી

કાંકરેજ તાલુકાના કંબોઇ ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ થવાથી દૂરથી આવતા વાહન ચાલકો તેમજ હાલમાં ચાલી રહેલ લગ્ન સીઝનમાં લગ્ન પ્રસંગે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને સમય સર પહોંચવામાં પણ અવરોધ ટ્રાફિકના કારણે થાય છે 

જેમાં શિહોરી પાટણ હાઇવે પર કંબોઇ ચાર રસ્તા વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેનો કોઇ ઉકેલ આવતો નથી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ટ્રાફિક થવાનું મુખ્ય કારણ બનાસ નદીમાં રેતી ભરવા જતા આવતા ડમ્ફરો છે ડમ્ફર ચાલકોને કોઇ જાતનો ટ્રાફિક નિયમ પાળવામાં ખબર પડતી નથી. અને ચાર રસ્તા પર જ્યાં મન ફાવે ત્યાં ઉભા કરી દેતા હોય છે. અને વધુ ટ્રાફિક તો દુદાસણ કસલપુરાની બનાસ નદીમાંથી અવરલોડ રેતી ભરીને આવતા ડમ્ફરથી થાય છે. આજે પણ આ ડમ્ફરોના કારણે ટ્રાફિક ત્રણ કલાક રહ્યો હતો. સવારે 10:30 થી ટ્રાફિક જામ થયો હતો. તે ટ્રાફિક 12:45 કલાકે શિહોરી પોલીસની મહેનતથી માંડ માંડ છૂટો પડ્યો. જેમાં ચારે તરફના રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. 

કસલપુરા દુદાસણની બનાસ નદીમાંથી રેતી ભરી આવતા ડમ્ફરોના ચાલકો ચેકીંગના ડરથી રેલવે ફાટકથી પાટણ હાઇવે સૉર્ટકટમાં વળી જતા હોય છે. અને રોડ પર ટ્રાફિક કરે છે. જેમાં થરાદ ભાભર વાવ તરફથી પાટણ દવાખાને જતા લોકો ખુબજ પરેશાન થાય છે. આજ સતત ત્રણ કલાકથી પણ વધુ સમય ટ્રાફિક જામ રહ્યો. રાનેર તરફનો રોડ કંબોઇ તરફ શિહોરી પાટણ હાઇવે ચારે બાજુ ટ્રાફિક જામ થતા લોકો ગરમીમાં સેકાયા હતા. 

અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે બસમાં મુસાફરો સેકાયા હતા. પાટણ જતા દર્દીઓ પણ પરેશાન થયાં હતા. અને પાટણ શિહોરી હાઇવે પર નદીના બ્રિજ સુધી અને વાયડ સુધી લાંબી લાઈનો લગી હતી. અને રાનેર અને કંબોઇ તરફ પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિકના કારણે વાહનોમાં મુસાફરી કરતા લોકો કાળઝાળ ગરમી માં પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. અને પરેશાન થયાં હતા. કંબોઇ ચારરસ્તા પર વારંવાર ટ્રાફિક સર્જાય છે. તેના કારણે સમયસર પહોંચતું નથી વધુ તો રેતીના વાહનોના કારણે પરેશાન થવું પડે છે. આજે ત્રણ કલાક ગરમીમાં સેકાયા પોલીસ આવીને ટ્રાફિક મહા મહેનતે દૂર કર્યો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Traffic Jams#Kankrej

સંબંધિત સમાચાર