રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા21 જૂન, 2025| Super Admin

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

“યોગ ફોર વન અર્થ – વન હેલ્થ” ની વૈશ્વિક થીમ સાથે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર કરવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના બહાદુર જવાનોએ સીમા પર યોગ કરીને સમગ્ર વિશ્વને શાંતિ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો સંદેશ આપ્યો હતો. સુઈગામ વહીવટી તંત્ર, બી.એસ.એફ અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે નડાબેટ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. યોગ દિનની ઉજવણીમાં બહોળી સંખ્યામાં બીએસએફના જવાનો, સુઈગામ વહીવટી તંત્ર સહિત લોકો જોડાયા હતા અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો. સીમાવર્તી વિસ્તારમાં નડાબેટની નજીકના ગામડાના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને યોગની મૂલ્યતા અંગે જાગૃત બન્યા હતા. યોગ એ શારીરિક તંદુરસ્તી સાથે રાષ્ટ્રીય એકતાનું પણ પ્રતિક છે. યોગ દિવસ નિમિત્તે સુઈગામ પ્રાંત અધિકારી અરવિંદકુમાર પ્રજાપતિ, બી.એસ.એફના અધિકારીઓ, નાયબ મામલતદાર પ્રવીણદાન ગઢવી સહિત બહોળી સંખ્યામાં જવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા.

સંબંધિત સમાચાર