રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ3 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના ચંદ્રુમણા ગામના યુવક પાસેથી 2.15 લાખ-સોનું પડાવી દુલ્હન ફરાર

પાટણના ચંદ્રુમણા ગામના યુવક પાસેથી 2.15 લાખ-સોનું પડાવી દુલ્હન ફરાર
લગ્નના 15 દિવસ બાદ ભાઈ આવીને લઈ ગયો, લાંબો સમય બાદ પણ પત્ની પરત ન આવતા પતિને આખા કૌભાંડની જાણ થઈ પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામના એક યુવક સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે. યુવક પાસેથી રોકડા રૂ. 2.15 લાખ અને સોનાનું પેન્ડલ પડાવી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ મામલે પાટણ તાલુકા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની ફરિયાદ મુજબ, ચંદ્રુમણા ગામે ખેતીકામ કરતો યુવક લગ્ન કરવા ઈચ્છતો હતો. તેમના પરિચિતોએ બનાસકાંઠાના દાંતાની રેણુકા નામની યુવતી સાથે તેમનો સંપર્ક કરાવ્યો હતો. લગ્ન કરાવવા માટે વચેટિયાઓ અને યુવતીના પરિવારજનોએ રૂ.2 લાખ અને અન્ય ખર્ચની માંગણી કરી હતી.લગ્નમાં યુવતીને સોનાનું 'ઓમ' વાળું પેન્ડલ પણ પહેરાવ્યું હતું.તારીખ 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ યુવતીને જોયા બાદ,30 સપ્ટેમ્બર, 2025 ના રોજ હારીજ નજીકના એક મંદિરમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પાટણ કોર્ટમાં લગ્નની નોંધણી પણ કરવામાં આવી હતી. લગ્ન સમયે યુવકના પરિવારે આરોપીઓને ટુકડે-ટુકડે કુલ રૂ. 2.15 લાખ રોકડા આપ્યા હતા અને યુવતીને સોનાનું 'ઓમ' વાળું પેન્ડલ પણ પહેરાવ્યું હતું.લગ્નના આશરે 15 દિવસ પછી યુવતીનો ભાઈ અને અન્ય શખ્સો તેને તેડવાઆવ્યા હતા. તેઓ પાંચ દિવસમાં પરત મોકલી આપવાનું કહીને રેણુકાને લઈ ગયા હતા. લાંબો સમય વીતવા છતાં પત્ની પરત ન આવતા,યુવકે તપાસ કરતા જાણવા મળ્યું કે રેણુકાના અગાઉ પણ અન્ય એક યુવક સાથે લગ્ન થયેલા હતા. પત્ની પરત આપી જવા અને નાણાંની વારંવાર રજૂઆત કરવા છતાં પત્નીને પરત ન મોકલી કે લીધેલા નાણાં પાછા ન આપતા યુવકે આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પાટણ તાલુકા પોલીસે લાભુભાઈ પ્રવીણભાઈ વ્યાસ, વિશાલભાઈ પ્રવીણભાઈ બારોટ, રતાભાઈ જીવાભાઈ ગમાર, જીતુભાઈ રતાભાઈ ગમાર, રેણુકા રતાભાઈ ગમાર, અને ભીમાભાઈ સરપંચ સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધાવતાં પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર