રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા-ધાનેરા હાઈવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

ડીસા-ધાનેરા હાઈવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા જાહેર જનતાને ઓળખ માટે અપીલ કરાઇ : ડીસા-ધાનેરા હાઈવે રોડ પરથી આશરે 30 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને તેની ઓળખ માટે જાહેર જનતાને અપીલ કરી છે.  મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરના સુમારે ડીસા-ધાનેરા હાઈવે પરથી પસાર થતા રાહદારીઓએ એક પુરુષનો મૃતદેહ પડેલો જોયો હતો. તેમણે તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથકને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતક પુરુષની ઉંમર આશરે 30 વર્ષ હોવાનું અનુમાન લગાવ્યું હતું. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને ઓળખ માટે ડીસા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો છે. જો કોઈ આ અજાણ્યા મૃતદેહને ઓળખતું હોય તો તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર