રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ એસ.કે.બ્લડ બેક ખાતે વિશ્વ રક્તદાન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાટણ એસ.કે.બ્લડ બેક ખાતે વિશ્વ રક્તદાન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બ્લડ દાતાઓએ સ્વૈચ્છિક રકતદાન કયુઁ; વિશ્વ રકતદાન દિવસની ઉજવણી અંતર્ગત પાટણ  રોટરી ક્લબ દ્વારા એસ.કે બ્લડ બેંક અને રકત પ્રયાસ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોટરી ક્લબના સભ્યો અને શહેરીજનો ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રીતે પોતાનું રક્તદાન કર્યુ હતું. રોટરી ક્લબ પાટણ આયોજિત આ બ્લડ કેમ્પમાં કુલ ૭૦ બોટલરક્ત એકત્રિત કરવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. વિશ્વ રકતદાન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે જોડાયેલી ગેરસમજો દૂર કરવાનો છે. ઘણા લોકો સ્વસ્થ હોવા છતાં રક્તદાન કરતા ડરે છે. લોહીની અછતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે રકત દાતાઓએ રક્તદાનને મહાદાન તરીકે લેખાવી દર ત્રણ મહિને પોતાનું બ્લડ ડોનેટ કરી જરૂરિયાત મંદ દરદીઓને મદદરૂપ બનવુ જોઈએ એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિઓના જીવ બચાવી શકાતા હોય છે ત્યારે દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવું જોઈએ તેવી અપીલ આયોજકો દ્રારા કરવામાં આવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર