રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં બ્લેક આઉટ કરાયું; લગ્નના રિસેપ્શનમાં પણ બ્લેક આઉટનું પાલન કરાયું

પાલનપુરમાં બ્લેક આઉટ કરાયું; લગ્નના રિસેપ્શનમાં પણ બ્લેક આઉટનું પાલન કરાયું

પાકિસ્તાન સાથેના સંભવિત યુદ્ધ ટાણે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી સરકાર દ્વારા બ્લેક આઉટ નો કોલ આપવામાં આવ્યો હતો. ત્યારે પાલનપુરમાં મોટા ભાગે બ્લેક આઉટનું પાલન જોવા મળ્યું હતું. સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને સરકાર દ્વારા બ્લેક આઉટ જાહેર કરાયું હતું. ત્યારે લોકોમાં જાગૃતતા આવે સતર્કતા આવે તે માટે સરકાર દ્વારા રાત્રે 7.45 થી 8.15 સુધીનું બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું. ત્યારે પાલનપુરમાં લગ્ન સમારંભ માં પણ બ્લેક આઉટનું પાલન થયેલું જોવા મળ્યું હતું. પાલનપુરમાં ધવલ જોશીના લગ્નના રિસેપ્શન માં બ્લેક આઉટનો અમલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ બ્લેક આઉટ જોવા મળ્યું હતું. ત્યારે કેટલાક જગ્યાએ અજ્ઞાનતાને કારણે લાઈટો ચાલુ પણ જોવા મળી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર