રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2025| Super Admin

જિલ્લામાં તારાજી વચ્ચે ભાજપે યોજ્યા ધરણાં વડાપ્રધાનની માતા અંગે અભદ્ર ટિપ્પણી સામે વિરોધ

જિલ્લામાં તારાજી વચ્ચે ભાજપે યોજ્યા ધરણાં વડાપ્રધાનની માતા અંગે અભદ્ર ટિપ્પણી સામે વિરોધ
પાલનપુર ખાતે ભાજપ મહિલા મોરચાએ યોજ્યા ધરણાં પ્રદર્શન; બિહારમાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાનની સ્વર્ગસ્થ માતા વિશે થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પણ ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જોકે, જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશ વચ્ચે ભાજપના ધરણાં ચર્ચાની એરણે ચડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા અંગે વિપક્ષો દ્વારા બિહાર માં થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરના ભાજપી કાર્યકરો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા એ જણાવ્યું હતું કે, આજે પ્રદેશ ભાજપના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં માતૃ શક્તિ વિશે થયેલા બેફામ ઉચ્ચારણોને વખોડી કાઢતા ઉગ્ર વિરોધ જતાવ્યો હતો.બિહારમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ સહિતના વિપક્ષો સસ્તી પ્રસિદ્ધિ માટે બેફામ નિવેદનો આપી રહ્યા છે. જેને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વખોડી કાઢતા વડાપ્રધાનની માતાના અપમાનને સમગ્ર માતૃશક્તિનું અપમાન ગણાવ્યું હતું. એકબાજુ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ-સુઇગામ પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે ભાજપના નેતાઓએ પૂરગ્રસ્ત વિસ્તારમાં જવાને બદલે ધરણાં યોજતા પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ ધરણાં પ્રદર્શનમાં જિલ્લા ભાજપ- મહિલા મોરચા તાલુકા એકમના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સંબંધિત સમાચાર