રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોની 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરાઈ

પાટણમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોની 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરાઈ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા

પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમો દ્વારા બે અલગ-અલગ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રથમ પાટણ તાલુકાના ઉમેદવારના સેન્સ લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વારાફરતી સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે.

આ પ્રક્રિયા અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી જ કાર્યકરો અને ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે પાટણ, પાટણ તાલુકા, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે આ માટે પક્ષ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા,કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે જેઓ દાવેદારોની રજૂઆતો સાંભળી તેમના સેન્સ મેળવી પ્રદેશ કક્ષાએ મોકલી આપશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર