રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે બાઇકની ઉઠાંતરી

ડીસા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે બાઇકની ઉઠાંતરી

પુત્રની દવા કરાવવા આવેલા સેલ્સમેનનું બાઇક ગણતરીની મિનિટોમાં ગાયબ, પોલીસ તપાસ શરૂ

ડીસામાં જાહેર સ્થળોએથી વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો ડીસા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં પુત્રની સારવાર માટે આવેલા એક વ્યક્તિનું મોટર સાયકલ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

 ડીસાના રાજપુર રોડ પર ગવાડી વિસ્તારમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા સાજીદહુશેન હારુનભાઈ મેમણ ગત તા. 24/04/2026 ના રોજ સાંજના સમયે પોતાના પુત્રની દવા કરાવવા માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેઓએ પોતાનું હીરો કંપનીનું બ્લેક સિલ્વર કલરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર: GJ-08-BC-7657) હોસ્પિટલના પાર્કિંગમાં સુરક્ષિત રીતે પાર્ક કર્યું હતું.સાજીદહુશેન જ્યારે પુત્રની સારવાર કરાવીને થોડી જ વારમાં પાર્કિંગમાં પરત ફર્યા, ત્યારે ત્યાં રાખેલું મોટર સાયકલ ગાયબ જણાયું હતું. આસપાસના વિસ્તારમાં અને પાર્કિંગમાં ઘણી શોધખોળ કરવા છતાં બાઇક મળી આવ્યું ન હતું. આખરે અંદાજે રૂ. 35,000 ની કિંમતના મોટર સાયકલની ચોરી અંગે ભોગ બનનારે ઓનલાઇન ઈ-એફઆઈઆર નોંધાવી હતી.

આ બાબતે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર