રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા19 ઑક્ટોબર, 2025| Super Admin

બેચરાજીમાં ગંજ બજારમાં દુકાનમાં ચોરી કરનાર બિહારી યુવક ઝડપાયો

બેચરાજીમાં ગંજ બજારમાં દુકાનમાં ચોરી કરનાર બિહારી યુવક ઝડપાયો
બહુચરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ બેચરાજી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને દબોચી લીધો છે. બે દિવસ અગાઉ આ આરોપી ગંજ બજારમાં આવેલી એક દુકાનમાં ઘુસી તે દુકાનમાંથી 15 હજાર રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે ઘટના અંગે વ્યાપારીએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ડ્રોવરમાં મુકેલા 15 હજાર રોકડ લઈ આરોપી ફરાર થઈ ગયો બેચરાજીમાં શંખલપુર રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં રહેતા પટેલ ચીનુભાઈએ 15 ઓક્ટોબરના રોજ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગંજ બજારમાં આવેલા તેઓની બ્રહ્માણી ફર્ટિલાઇઝર્સ નામની દુકાનના ડ્રોવરમાં તેઓએ 15 હજાર રૂપિયા મુક્યા હતા. તે રૂપિયા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયા હોવાથી તેઓએ બેચરાજી પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી, મુદ્દામાલ કબજે કર્યો સમગ્ર કેસમાં બેચરાજી ટાઉનના બીટ જમાદાર પી.એસ.આઈ વી.એચ.પરમારે પોતાની ટીમ સાથે દુકાનમાં CCTV તપાસ કર્યા હતા. એ દરમિયાન કેમેરામાં આ તસ્કર કેદ થયો હતો અને પોલીસ આ તસ્કરની વોચ રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આ આરોપી બેચરાજી ટાઉનમાં દયાનંદ કોમ્પલેક્ષ સામે આવેલા સીદળાના ઝાડ નીચે આ આરોપી ઉભો હોવાની જાણ બેચરાજી પોલીસને થતા પોલીસે આરોપી યાદવ બીટુકુમાર મૂળ, બિહાર વાળાને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે તેની પાસેથી 15 હજાર રૂપિયા રોકડા કબ્જે કર્યા હતા.      

સંબંધિત સમાચાર