રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા19 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભીલડી પોલીસની કડક કાર્યવાહી : વાહનો પર બ્લેક ફિલ્મ, LED લાઈટ હટાવાઈ

ભીલડી પોલીસની કડક કાર્યવાહી : વાહનો પર બ્લેક ફિલ્મ, LED લાઈટ હટાવાઈ
સમગ્ર ગુજરાતમાં ફોરવ્હીલ ગાડીઓ પરની બ્લેક ફિલ્મ અને LED લાઈટો હટાવવાની ઝુંબેશ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ કચ્છ નાઓએ કડક અમલવારી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઝુંબેશના ભાગરૂપે ભીલડી પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. ભીલડી પીઆઈ ડી.બી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સોયલા નાળા પાસેથી ભીલડી બજાર પાસેથી પસાર થતી ફોરવ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને વાહનોમાં વધુ પેસેન્જર ભરેલ હોય અને બાઈક પર ત્રિપલ સવારી વાળા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ભીલડી પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.  

સંબંધિત સમાચાર