રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભાવિસણા ગામે ગામનું બાળક ગામમાં જ ભણવાનો ના સંકલ્પને સાકાર કર્યો

ભાવિસણા ગામે ગામનું બાળક ગામમાં જ ભણવાનો ના સંકલ્પને સાકાર કર્યો
ખાનગી શાળામાં અભ્યાસ કરતા 68 બાળકોને ગામની સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો ; ગામના 100 ટકા બાળકો ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવશે પાલનપુર તાલુકાના નાના સરખા ભાવિસણા ગામે ગ્રામીણ શિક્ષણની પરંપરાને પ્રોત્સાહન આપવા માટે ગામનું બાળક ગામમા જ ભણેના સૂત્રને સાર્થક કર્યું હતું. જેમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા 68 જેટલા બાળકોને ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવીને ગામના 100 ટકા બાળકને ગામની શાળામાં અભ્યાસ કરતા કર્યા છે. આજના આધુનિક યુગમાં અને શહેરીકરણની આંધળી દોડમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ઝાંખી પડી રહી છે સાથે શહેરની ખાનગી શાળામાં તગડી ફી ભરીને ભણતા બાળકો પરિવાર સાથે સમય ન આપી શકતા હોય બાળકો નજર સમક્ષ સરકારી શાળાઓમાં તજજ્ઞ શિક્ષકો પાસે પાયાની શિક્ષણ મેળવી શકે તેવી પ્રેરણાદાયી પહેલ પાલનપુર તાલુકાના ભાવિસણા ગામના લોકો દ્વારા કરવામાં આવી છે. જેમાં નવા શૈક્ષણિક સત્રથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા 68 વિદ્યાર્થીઓને ગામની સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન કરાવવા માટે ગ્રામ કક્ષાનો શાળા પ્રવેશોત્સવમાં યોજવામાં આવ્યો હતો.પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ મહેસાણા જિલ્લા કૌશલ્ય અધિકારી દિનેશભાઇ કુગશિયાની ઉપસ્થિતિમાં આ બાળકોને કુમ કુમ તિલક કરી તેમજ શિક્ષણની કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે ગ્રામજનોની પ્રેરણાદાયી પહેલથી ભાવિસણા ગામે ગામના 100 ટકા બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા થયા છે. આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેકટર ભરતભાઇ ચૌધરી, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ એમ પટેલ, પ.પુ આનંદ સ્વરૂપ ગિરધારી બાપુ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામ લોકોની બાળકોને સરકારી શાળાઓમા શિક્ષણ આપવાની પ્રેરણાને બિરદાવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર