રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાંચોર તરફથી લાવવામાં આવેલ બિયરનો જથ્થો જપ્ત; ટ્રક ચાલક ફરાર

સાંચોર તરફથી લાવવામાં આવેલ બિયરનો જથ્થો જપ્ત; ટ્રક ચાલક ફરાર

થરાદ પોલીસે દૂધવા ગામના પાટીયા નજીક ભારતમાલા રોડ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી મિની ટ્રક (GJ27U8767)ને રોકી હતી. ટ્રકના ચાલકે પોલીસને જોતાં જ વાહન મૂકીને નાસી ગયો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી 3,072 બિયર ટીન મળી આવ્યા હતા. આ બિયરની કિંમત રૂ. 7,24,992 છે. પોલીસે બિયર અને ટ્રક સહિત કુલ રૂ. 12,24,992નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાંચોર તરફથી લાવવામાં આવેલા આ બિયરના જથ્થા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. થરાદ પોલીસે ટ્રકના ચાલક, માલિક, બિયરનો જથ્થો મંગાવનાર અને ભરાવનાર તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર