રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા : કુંભલમેર પાસે SOGનો સપાટો, કારમાંથી બે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સો ઝડપાયા

બનાસકાંઠા : કુંભલમેર પાસે SOGનો સપાટો, કારમાંથી બે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સો ઝડપાયા

MG હેક્ટર કારમાંથી 35 કારતૂસ સાથે રૂ. 8.21 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા SOG શાખાએ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. કુંભલમેર ચાર રસ્તા પાસેથી એક MG હેક્ટર ગાડીમાંથી ગેરકાયદેસર બે બંદૂક અને 35 કારતૂસ સાથે કુલ રૂ. 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ અંગે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ગેરકાયદેસર હથિયારો સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. જેના આધારે, પાલનપુર SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઇન્સ જે.જે. સરવૈયા (SOG) અને પો.સબ. ઇન્સ આર.બી. જાડેજા (LCB) તથા તેમના સ્ટાફના માણસો ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. 

દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કુંભાસણ-કુંભલમેર ચાર રસ્તા પાસે MH-47-AU-0117 નંબરની MG હેક્ટર ગાડી આવવાની છે. જેમાં ગેરકાયદેસર હથિયારો હોવાની શક્યતા છે. જે બાતમીના આધારે, પોલીસે પંચો સાથે સદર જગ્યાએ વોચ ગોઠવી હતી. ગાડી આવતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન, ગાડીમાં થી રૂ. 20,000 રૂપિયાની કિંમત ની બે ગેરકાયદેસર અને પરવાના વગરની બંદૂકો, 1,750 રૂપિયાની કિંમતના 35 કારતૂસ અને 8,00,000 રૂપિયાની MG હેક્ટર ગાડી મળીને કુલ રૂ. 8,21,750 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે આરોપી ક્રિષ્નાકુમાર રામરતન અગ્રવાલ (રહે. ગોરેગાંવ વેસ્ટ, મુંબઈ) અને રમેશભાઈ માધુભાઈ ગામી (પટેલ) (રહે. દલવાડા, તા. પાલનપુર) વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ-25(1)(બી)(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ હથિયારો અને કારતૂસ રમેશભાઈ માધુભાઈ ગામી (પટેલ) દ્વારા મંગાવવામાં આવ્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર