કર્ણાટક રાજ્યમાં થયેલી લૂંટનો ભેદ બનાસકાંઠા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. આ લૂંટમાં કરોડો રૂપિયાની ચાંદીની ચોરી થઇ ગઈ હતી. બનાસકાંઠાના ચાર ઇસમોએ આ ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પાલનપુર પશ્ચિમ પોલીસે બાતમીના આધારે આ ચારેય આરોપીઓને ઝડપી પડ્યા છે. મળતી જાણકારી અનુસાર, કર્ણાટકમાં આવેલી એક ફેક્ટરીમાંથી આશરે 45 લાખ રૂપિયાની કિંમતની ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કર્ણાટક પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, આરોપીઓ પકડાયા નહતા. આ દમિયાન, બનાસકાંઠા પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, આ લૂંટમાં બનાસકાંઠાના જ ચાર શખ્સો સામેલ છે અને તેઓ હાલ પાલનપુર પશ્ચિમ વિસ્તારમાં છુપાયેલા છે. બાતમી મળતાની સાથે જ પાલનપુર પશ્ચિમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને વોચ ગોઠવી હતી. આ ઘટના અંગે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આ ચારેય આરોપીઓ વ્યવસાયિક રીતે ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ આવા ગુનાઓ નોંધાયેલા છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. કર્ણાટક પોલીસને આ અંગે જન કરવામાં આવી છે અને આગામી આરોપીઓને કાર્યવાહી માટે કર્ણાટક પોલીસને સોંપવામાં આવશે. બનાસકાંઠા પોલીસને આ સફળતાથી બે રાજ્યોને જોડતી આ ગુનાહિત પ્રવૃતિનો પર્દાફાશ થયો છે.
બનાસકાંઠા; પોલીસે કર્ણાટકમાં 45 લાખ રૂપિયાની ચાંદીની લૂંટ, આરોપીઓને પાલનપુર થી પકડી પાડ્યા

ટેગ્સ:#Banaskantha Police Action#Silver Robbery Case#Palanpur West Arrests#Karnataka Factory Loot#Interstate Crime Network#Professional Criminals#45 Lakh Theft#Cross-State Investigation#Stolen Goods Recovered#Police Surveillance Teams#Criminal History Probe#Karnataka Police Coordination#Robbery Crackdown#Palanpur Criminals#Banaskantha Crime News#Gujarat-Karnataka Crime Link
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પિસ્તોલ ઝડપાઈ
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસા અને ભીલડીમાં ચોમાસા જન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ
21 કલાક પહેલા
બનાસકાંઠાચડોતર અને બુરાલમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે આઈ.જી.પી. પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો
21 કલાક પહેલા
