રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

બાજરીની ખરીદી કરવા મુદત વધારવા ખેડૂતોની માંગ ઉઠી; ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઇ

બાજરીની ખરીદી કરવા મુદત વધારવા ખેડૂતોની માંગ ઉઠી;  ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઇ
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેના મોટા મોટા વાયદાઓ બણગાં ફુંકી રહી છે પરંતુ વાસ્તવમાં ખેડૂતોને આવક બમણી કરવાના બદલે ખેડૂતોના ખેતપેદાશો પણ પૂરતા પોષણક્ષમ ભાવે વેચાતા નથી. ટેકાના ભાવે ધાન્યાની ખરીદી વેચાણ કરવા માટે ખેડૂતોએ બાજરીના પાકની નોંધણી કરાવી હતી. પરંતુ ખેડૂતો બાજરીનું વેચાણ કરી શક્યા નથી અને નંબરો બ્લોક કરી દેવામાં આવ્યા છે. ખેડૂતો વેચાણ કરવા માટે રજૂઆત કરવા જાય છે. પરંતુ અધિકારીઓ કહે છે કે સમય પૂરો થઈ ગયો છે.  ખેડૂતોએ નોંધાયેલી બાજરી તોળવામાં આવતી નથી. અને ખેડૂતની જાણ કર્યા વગર નંબર બ્લોક કરી દેવામાં આવ્યા છે. ખેડૂત જ્યારે ત્યાં ઓફિસે જાય તો કહે છે કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. નંબર બ્લોક ખોલશે નહીં બે મહિનાથી જે ખેડૂત બાજરી લઈને બેઠો છે જે ખેડૂતની બાજરી લેવામાં ન આવે તો મોટું નુકસાન ભોગવવું પડે તેમ પડે છે એક બાજુ કુદરત પણ રૂઢી હોય તેમ સતત વરસાદ થી ખેતી પાકોને મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર પણ ખેડૂતોને સહાય કરવાની બદલે ખેડૂતો ન જે ટેકાના ભાવે ધાન્ય પાકો ખરીદવાની પણ ગલ્લા તલ્લા કરી રહી છે.  ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે જે ખેડૂતોએ બાજરીના પાકની નોંધણી કરાવી છે તેવા ખેડૂતો ના નંબરો ખોલવામાં આવે અને બાજરી ટેકાના ભાવે લેવામાં આવે તો ખેડૂત ને બે રૂપિયા ફાયદો થઈ શકે કારણ કે વરસાદના કારણે ખેડૂત બહુ નુકસાન થયેલ છે. ત્યારે આ સંવેદનશીલ સરકાર ખેડૂતો માટે કેટલી સંવેદના દાખવે છે તેતો આવનારો સમય બતાવશે ધાનેરાના ધારાસભ્ય દ્વારા કલેક્ટર અને પુરવઠા વિભાગને પત્ર લખ્યો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ખેડૂતોની બાજરીના ટેકાના ભાવે ખરીદી કરવા માટેની મુદત વધારવા માટે કલેકટર અને પુરવઠા વિભાગમાં પત્ર લખી બાજરીની ખરીદી કરવા માટેની મુદત વધારવા માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક ખેડૂતો બાજરીનું વેચાણ કરી શક્યા નથી. જેના કારણે જો ફરી પાછી મુદત વધારવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે ખેડૂતોની જાણ બહાર નોંધણીના નંબરો બ્લોક કરી દેવામાં આવ્યા આ અંગે મોટા કાપરા ગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે બાજરીના ટેકાના ભાવે વેચાણ કરવા માટે અમે નોંધણી કરાવી હતી. પરંતુ આ વર્ષે વરસાદના કારણે બાજરીનો પાક લેટ થયો અને સતત વરસાદના કારણે બાજરીનું વેચાણ કરી શક્યા નથી. ત્યારે અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈપણ જાણ કર્યા વગર નોંધણી નંબર બ્લોક કરી દેવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર