બનાસકાંઠા જીલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલે ગુરુવારે ડીસા તાલુકાની મોટી આખોલ ગ્રુપ ગ્રામ પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગામના વિકાસના કામોની સમીક્ષા કરી હતી અને આગામી સમયમાં ગ્રામ પંચાયતને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગ્રાન્ટમાં વધારો કરવાની ખાતરી આપી હતી. કલેક્ટર મિહિરભાઈ પટેલે પંચાયત વિસ્તારમાં બાકી રહેલા વિકાસલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા અને નવા જરૂરી પ્રોજેક્ટ્સ હાથ ધરવા અંગે ગ્રામ પંચાયતના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ગામમાં પાયાની સુવિધાઓમાં સુધારા- વધારા કરવા માટે તેમણે વહીવટી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે મોટી આખોલના સરપંચ કમળાબેન વિજુસિંહ પરમાર તથા તલાટી કમ મંત્રી ઈન્દ્રજીતભાઈ એ. ચોરાસીયા દ્વારા કલેક્ટરનું સાફો પહેરાવી અને મોં મીઠું કરાવીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.આ મુલાકાત સમયે વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંવિપુલભાઈ કે. બારોટ (મામલતદાર, ડીસા), દલપતસિંહ રાઠોડ (સર્કલ ઓફિસર),પ્રિયંકાબેન ત્રિવેદી (રેવન્યુ તલાટી), ઈકબાલભાઈ ચાવડા (ક્લાર્ક),પ્રેમજીભાઈ ઠાકોર (વી.સી.ઈ. ઓપરેટર) ઉપરાંત શૈલેષભાઇ ઠાકોર, કુંવરજી જાદવ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી કલેક્ટરના આ પ્રવાસને આવકાર્યો હતો. કલેક્ટરની આ મુલાકાતથી ગ્રામીણ સ્તરે વિકાસના કામોને નવી ગતિ મળશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસકાંઠા જીલ્લા કલેક્ટરે મોટી આખોલ ગ્રુપ ગ્રામ પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#District Collector#Development Works#Sarpanch#Akhol Group Gram Panchayat#Mihirbhai Patel
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
7 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
