રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 એપ્રિલ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ફરી ગરમીનો પ્રકોપ ગરમીનો પારો બે ડીગ્રી વધ્યો

બનાસકાંઠા જિલ્લામાં ફરી ગરમીનો પ્રકોપ ગરમીનો પારો બે ડીગ્રી વધ્યો
ડીસા શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રીને પાર થયું સરહદી વિસ્તારમાં આગ આંકતી ગરમીને લઈ માનવજીવન સહિત પશુ પંખીઓ પર અસર; બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થયો છે બે દિવસ અગાઉ ગરમીના પારામાં ઘટાડો નોંધાતા પ્રજાજનોને ગરમી માંથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાતા સરહદી વિસ્તારમાં આગ આંકતી ગરમીની શરૂઆત થઈ છે. માત્ર બે જ દિવસમાં ડીસા સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી  જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. જેના કારણે જિલ્લામાં ફરી એકવાર ગરમી નો નવો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા પાંચેક દિવસથી ગરમીનું પ્રમાણઘટી ગયુ હતું. જેથી લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે જેને લઇને મંગળવારના બે ડિગ્રી તાપમાન વધી વધીને ૪૧.૭ ડિગ્રી થઈ ગયુ છે. દિવસનું તાપમાન વધ્યું તો રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો; બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં બપોરના સમયે આગ આંકતી ગરમી જોવા મળી રહી છે. ત્યારે રાત્રેના સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારની વહેલી સવારે લધુત્તમ તાપમાનના પારામાં ૨.૭ ના ધટાડા સાથે ૨૨.૩ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મંગળવારે સાંજે મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીના વધારા સાથે ૪૩.૭ સાત ડિગ્રી નોંધાયો છે. જેથી વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અને બપોરે આગ આંકતી ગરમી જોવા મળી રહી છે. ગરમીનું પ્રમાણ વધતાં ખેતીના પાક માટે અનુકૂળ; આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગરમીનું પ્રમાણ વધતા ખેતીના પાક માટે ખૂબ જ અનુકૂળ ગણવામાં આવી રહ્યું છે. જેમાં બાજરી મગફળી સહિત અન્ય પાકો માટે ગરમીનું પ્રમાણ વિશેષ રહેતા આ પાકોમાં વૃદ્ધિ પણ જોવા મળી રહી છે મિક્ષ વાતાવરણમાં આ પાકોમાં ઇયળ જેવા જંતુઓ નું પ્રમાણ જોવા મળી રહ્યું હતું પરંતુ ફરી એકવાર ગરમી શરૂ થતા પાક માટે અનુકૂળ છે

સંબંધિત સમાચાર