રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 એપ્રિલ, 2026| Super Admin

બનાસની જનતાનો જંગ : આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન

બનાસની જનતાનો જંગ : આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન

જિલ્લામાં ૧૭૬૮ મતદાન મથકો ઉપર મતદાન,સંવેદનશીલ મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા

૨૪ બેઠક બિનહરીફ થતા હવે ૩૮૧ બેઠકો ઉપર કસોક્સનો જંગ,ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફ મતદાન મથકો પર રવાના

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ  રવિવારે લોકશાહીના પર્વ રૂપ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જિલ્લામાં કુલ ૧૭૬૮ મતદાન મથકો પર સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. ડીસા તાલુકામાં સૌથી વધુ ૩૩૧ અને પાલનપુર તાલુકામાં ૨૯૩ મતદાન મથકો કાર્યરત કરાયા છે. મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે પીવાનું પાણી, છાંયો, બેસવાની સુવિધા સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે કસોક્સનો જંગ જામ્યો છે.મતદાન ઇ. વી. એમ. દ્વારા થશે.

આ ચૂંટણીમાં કુલ ૧૪,૪૦,૪૨૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં ૭,૪૯,૩૦૦ પુરૂષ, ૬,૯૧,૧૧૧ સ્ત્રી અને ૧૨ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની ૪૭, તાલુકા પંચાયતની ૨૩૧ તેમજ નગરપાલિકાની ૧૦૩ બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં ૨૪ બેઠકો અગાઉથી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ડીસા તાલુકામાં તાલુકા પંચાયતની ૩૮ અને જિલ્લા પંચાયતની ૧૦ બેઠકો, જ્યારે પાલનપુરમાં તાલુકા પંચાયતની ૩૪ અને જિલ્લા પંચાયતની ૮ બેઠકો પર મતદાન થતું હોવાથી અહીં ખાસ રસાકસી જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા ભારે જોર લગાવવામાં આવ્યું હતું .ઉમેદવારો અને તેમના સમર્થકોએ મતદારોને રીઝવવા કોઈ કસર છોડી નહતી અને છેલ્લા દિવસે પણ મતદારોને રીઝવવાના ભરચક પ્રયાસો થયા હતા. હવે આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરાશે, મતદાનને લઈને રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે.

સંબંધિત સમાચાર