રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામ તાલુકા પંચાયતમાં પદગ્રહણ: વિકાસના કાર્યોને વેગ મળશે

વડગામ તાલુકા પંચાયતમાં પદગ્રહણ: વિકાસના કાર્યોને વેગ મળશે

ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો તેમજ તેમજ તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી

વડગામ તાલુકા પંચાયતના અધ્યક્ષ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ની વરણી સોમવાર ના તાલુકા પંચાયતના હોલમાં કરાઇ હતી. જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ સિધરાજસિંહ સોલંકી તેમજ સામાજિક ન્યાય સમિતીના ચેરમેન પદે ચંદ્રીકાબેન સોલંકીએ વિધિવત્ કાર્યભાર શુક્રવારના સવારે સંભાળ્યો હતો.

 જેમાં અધ્યક્ષ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ને તાલુકા પંચાયત દ્રારા અલગ અલગ અલગ ચેમ્બર ફાળવવામાં આવ્યા હતા. શુક્રવારથી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્રારા પ્રજાકીય કાર્યો કરવાનો શુભારંભ સાથે અધ્યક્ષ સિધરાજસિંહ સોલંકી એ જણાવ્યુ હતું સમગ્ર તાલુકાનો સહીયારો વિકાસ થાય અને તાલુકા ભરના જરૂરિયાતમંદ લોકોના કામો થાય તેવા અમારા પ્રયત્ન હશે.

 તાલુકા પંચાયત ના અધ્યક્ષ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ને શુભેચ્છાઓ પાઠવવા માટે બનાસકાંઠા જિલ્લાપંચાયતના ઉપપ્રમુખ બબીબેન દલજીભાઇ ચૌધરી,વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અનુબેન ઉપલાણા તાજેતરમાંજ સહકારી કો.ઓપરેટીવ બેન્ક ના વડગામ તાલુકા ડિરેક્ટર પદે નિમણુંક કરાયેલા માંઘજીભાઇ પટેલ, વડગામ તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઇ ચૌધરી,ગોવિંદભાઇ પટેલ, સતીશભાઇ ભોજક, જિલ્લાપંચાયત પુર્વ સદસ્ય અને રેલવે ડિરેક્ટર બાલકૃષ્ણ જીરાલા, ભાજપ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ અશ્વિન સક્સેના,કેશરભાઇ વાયડા, મહામંત્રી ડી.વી.સોલંકી વડગામના આગેવાન કાળુજી સોલંકી, પુર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકી સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને અધ્યક્ષ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#vadgam

સંબંધિત સમાચાર