રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ5 એપ્રિલ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો નક્કી થતાંની સાથે જ રાજકીય ધમધમાટ શરૂ

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો નક્કી થતાંની સાથે જ રાજકીય ધમધમાટ શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો નક્કી થતાં ની સાથે જ પાટણ જિલ્લામાં ચુંટણી નો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચુંટણી લક્ષી ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે. 

પાટણ તાલુકા પંચાયત માટે તા. 26 એપ્રિલે મતદાન,તા.28 મતગણતરી થનાર છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને AAP પાર્ટીએ ચૂંટણી જંગ માટે તૈયારીઓ આરંભી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે.તા.26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં  ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. પાટણ તાલુકા પંચાયતમાં પણ ભાજપ-કોંગ્રેસ અને AAP પક્ષે ચૂંટણી જંગ માટે તૈયારીઓ આરંભી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર