પાલનપુર તાલુકાના ગઢ ખાતે 100 વર્ષ જૂની શેઠ જેઠાભાઈ નાનચંદદાસ ચેરિટેબલ હોસ્પિટલ ગઢ, રોટરી સેવાદળ ગઢ અને મેડિપોલિસ લાઇફ કેર હોસ્પિટલ સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુરના નામાંકિત ડોકટરોની ટીમ દ્ધારા ગઢ પંથકના ગામોના અંદાજે એક હજાર જેટલા દર્દીઓએ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં સારવાર લેવા આવનાર દર્દીઓને ફ્રી દવા,તેમજ વિના મૂલ્યે રિપોર્ટ કરીને નિદાન કરવામાં આવતા લાભાર્થીઓએ આયોજકોની કામગીરીને બિરદાવી હતી.મેડિપોલિસ લાઇફ કેર દ્વારા ગઢ પંથકના લોકોને આરોગ્યની સારવાર મળી રહે તે ઉદેશ્ય સાથે ફ્રી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા મેડિકલ કેમ્પનો લાભ લીધેલ લોકોએ તેમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
પાલનપુરના ગઢ ખાતે યોજાયેલ ફ્રી નિદાન કેમ્પમાં અંદાજે એક હજાર દર્દીઓએ સેવાનો લાભ લીધો

ટેગ્સ:#social service#Free Medical Camp#Rotary Seva Dal Gadh#Rural Healthcare#Medical Outreach#Palanpur Doctors#Medipolis Life Care Hospital#Public Appreciation
સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતા નજીક ગમખ્વાર અકસ્માત: બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર, યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાઝેરડા ગામે વરસાદ પડતાં ગટર ઉભરાઈ, રોડના કામમાં બેદરકારીથી ગ્રામજનો ત્રાહીમામ
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
3 દિવસ પહેલા
બનાસકાંઠાપર્યાવરણની રક્ષા: જૂના ડીસા ફાટક સુધીના માર્ગ પર ૨૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા
3 દિવસ પહેલા
