રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી; ધનસુરા પાસે એલસીબી પોલીસે 13 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અરવલ્લી; ધનસુરા પાસે એલસીબી પોલીસે 13 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ધનસુરાના કારોલી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બે અલગ-અલગ કારમાંથી કુલ 13.40 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. મોડાસા-ધનસુરા-બાયડ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને એક એસયુવી અને એક મારુતિ સિયાઝ કાર શંકાસ્પદ લાગી હતી. પોલીસે બંને કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકોએ ગાડી ભગાવી હતી. નીલકંઠ હોટલ પાસે બંને કાર એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બંને ચાલકો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બંને કાર અને દારૂ સહિત કુલ 31.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં એક મહત્વની વિગત એ સામે આવી છે કે એક કારમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસે ફરાર થયેલા બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર