રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા જન સેવા કેન્દ્રમાં દાખલા મેળવવા અરજદારોની લાઈનો લાગી

ડીસા જન સેવા કેન્દ્રમાં દાખલા મેળવવા અરજદારોની લાઈનો લાગી
સર્વર ડાઉન રહેતા ૭/૧૨ સહિતના અગત્યના ઉતારા ન મળતા ખેડૂતોને હાલાકી ​બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા ખાતેના જન સેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્વર સતત ડાઉન રહેવાના કારણે ખેડૂતો સહિત અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતીવાડીના અગત્યના કામો માટે અને સરકારી યોજનાઓના લાભ લેવા માટે અનિવાર્ય એવા ખેતીની જમીનના ૭/૧૨ અને ૮-અના ઉતારા કઢાવવા માટે આવતા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ​વહેલી સવારથી દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતો જન સેવા કેન્દ્રની બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે, પરંતુ સર્વર ડાઉન હોવાના બોર્ડ જોઈને તેમને નિરાશ થઈને પરત ફરવું પડે છે. સરકારી સહાય યોજનાઓ માટે અરજી કરવા કે જમીનને લગતા અન્ય કાયદાકીય કાર્યો માટે આ ઉતારા અનિવાર્ય હોય છે, જે ન મળવાના કારણે તેમના તમામ કામો અટકી પડ્યા છે.​ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને વારંવાર ડીસા સુધી આવવા-જવાનો વધારાનો ખર્ચ અને સમયનો વ્યય કરવો પડે છે. ઘણા ખેડૂતોએ તો કામ છોડીને આવવું પડે છે, જેના કારણે તેમની રોજગારી પર પણ અસર પડે છે.જોકે આ સમસ્યા મામલે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા આ સર્વરની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી, જેને કારણે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ​ તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજની સહાય મેળવવા માટે પણ ખેતીના ઉતારાની જરૂર પડે છે. સર્વર ડાઉનના કારણે અનેક ખેડૂતો સમયસર અરજી કરી શકતા નથી, જેનાથી તેમને મહત્વની સહાય ગુમાવવાનો વારો આવી શકે છે.​સ્થાનિક ખેડૂત આગેવાનોએ માંગ કરી છે કે, સત્વરે આ જનસેવા કેન્દ્રના સર્વરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી, ખેડૂતોને થતી હાલાકી દૂર કરવી જોઈએ. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ​જન પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર આ બાબતની ગંભીરતા સમજીને ખેડૂતોને રાહત આપે એ સમયની માંગ છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર