રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 ઑક્ટોબર, 2025| Super Admin

અમીરગઢના ઈકબાલગઢમાં તંત્રના પાપે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

અમીરગઢના ઈકબાલગઢમાં તંત્રના પાપે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો
તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોમાં રોષ ભભુકી ઉઠયો અમીરગઢના ઈકબાલગઢ ગામે આવેલ રેલ્વે અંડરપાસમાં પડેલા વરસાદને પગલે ભરાયું હતું. બે ફૂટ કરતા પણ વધારે પાણી હતું. ત્યારે આ રેલવે અંડરપાસ  માત્ર એકજ એવો રસ્તો છે જે ઈકબાલગઢ બજારમાં અવર-જવર કરવા માટે નાના મોટા વાહનો અને લોકો માટે એક માત્ર મુખ્ય માર્ગ આવેલ છે. ત્યારે વૃદ્ધા ઈકબાલગઢ બજારમાંથી રેલવે અંડરપાસમાંથી નીકળતા પાણીમાં ડૂબતા મોત થયું હતું. ત્યારે આ બાબતની અમીરગઢ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધા મહિલાનો મૃત દેહ અંદરબ્રિજના પાણીમાંથી બહાર નીકાળી વધુ તપાસ હાથ ધરી હતી. અવાર નવાર સામાન્ય વરસાદના પગલે રેલ્વે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં લોકોને અસુવિધા પડી રહી છે. મુશ્કેલીઓ જેમાં અંડરપાસમાં સામાન્ય વરસાદના પગલે પાણી ભરાઈ જતાં લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો તેમજ રેલ્વે અંડરપાસમાં અવાર નવાર પાણી ભરાવાના કારણે એક વૃદ્ધાનો જીવ ખોવાનો વારો આવ્યો હવે ફરીથી આવનારા સમયમાં કોઈ અંડરપાસ માં ભરાતા પાણીના લીધે કોઈ ને ફરીથી જીવ ખોવાનો વારો આવશે તો જવાબદાર કોણ તેવું લોક મુખે ચર્ચાનું જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આવી દુઃખ દ ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામા આવશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.    

સંબંધિત સમાચાર