ડીસાના જાવલ ગામ પાસે જીપડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

બંને વાહન ખેતરમાં ઘૂસી જતાં વાડ અને વીજ થાંભલાને નુકસાન
ડીસા તાલુકાના જાવલ ગામ પાસે આજે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી આવી રહેલી એક કાર અને જીપ ડાલા (માલવાહક વાહન) વચ્ચે જોરદાર ટક્કર થતાં વિસ્તારમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જીપડાલામાં એક ભેંસ ભરેલી હતી. આ જીપડાલા ચાલકે રસ્તા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન સામેથી આવી રહેલી કાર સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો કાબૂ ગુમાવીને રોડની બાજુમાં આવેલા ચૌધરી ભીખાભાઈ જોઈતાભાઈના ખેતરમાં ઘૂસી ગયા હતા.ખેતરમાં વાહનો ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. આ અકસ્માતમાં ખેતરની વાડ તૂટી ગઈ છે અને ખેતરના એક વીજળીના થાંભલાને પણ નુકસાન પહોંચ્યું છે. સદભાગ્યે અકસ્માત સમયે ખેતરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરો અને જીપડાલામાં ભરેલી ભેંસ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિક લોકોની માંગ છે કે ઓવરટેક કરતી વખતે બેફામ રીતે વાહન ચલાવતા ડ્રાઈવરો સામે કડક પગલાં લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો : એસઓજી પોલીસની કાર્યવાહી
11 કલાક પહેલા
બનાસકાંઠાઆખોલ પુલ પર ગમખ્વાર અકસ્માત: પથ્થર ભરેલું ટ્રેલર માર્ગ પર જ પલટી માર્યું
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસા: ખેતરમાં હુમલો કરનાર એક જ પરિવારના ૮ સભ્યોને ૩ વર્ષની સખત કેદ
11 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજ ચેખલા નેશનલ હાઇવે પર ટ્રેલરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા
11 કલાક પહેલા
